દેશમાં જીવલેણ કોરોનાનો કહેર ઘણા રાજ્યોમાં વધ્યો છે. આ દરમિયાન બેંગ્લોરથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે.
જેમાં, બેંગલુરુમાં ક્રિશ્ચિયન નર્સિંગ કોલેજના 31 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વધુ વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એક્શનમાં આવ્યા છે.
આ પછી કોલેજને સીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ અનુસાર, સંક્રમિત વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ કરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા દિવસોથી દેશના વિવિધ રાજ્યોમાં ઘાતક કોરોનાના કેસો આવી રહ્યા છે.