Sun. Sep 8th, 2024

DRDO 2-DG: ડીઆરડીઓ તરફથી વિકસિત દવા દર્દીઓને સમય પહેલા જ સાજા થવામાં મદદ કરશે, આ ઉપરાંત ઑક્સિજન પર નિર્ભરતા પણ ઓછી કરશે.

ડીઆરડીઓ અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી. અધિકારીઓએ કહ્યુ કે, ભવિષ્યમાં દવાઓના ઉપયોગ માટે ઉત્પાદનકર્તાઓ દવાનું ઉત્પાદન વધારી રહ્યા છે. આ દવા ડીઆરડીઓના વૈજ્ઞાનિકોની એક ટીમે બનાવી છે, જેમાં અનંત નારાયણ ભટ્ટ પણ શામેલ છે.

નોંધનીય છે કે DCGI (Drugs controller general of India) તરફથી આઠમી મેના રોજ કોવિડને રોકવા માટે ડીઆરડીઓ તરફથી વિકસિત કરવામાં આવેલી દવાના આપતકાલીન ઉપયોગની છૂટ આપી દીધી હતી.

કોવિડ-19થી છૂટકારો મેળવવા માટે ડીઆરડીઓ (DRDO) તરફથી વિકસિત કરવામાં આવેલી દવા “2-ડીજી”ના પ્રથમ 10,000 ડોઝની પ્રથમ બેચ આગામે અઠવાડિયે લૉંચ થશે. દર્દીઓને આ દવા આપવામાં આવશે. મોંઢાથી લેવામાં આવનારી આ દવા કોરોનાના મધ્યમથી લઈને ગંભીર દર્દીઓની સારવાર માટે સહાયક દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. મેડિકલ પરીક્ષમાં સામે આવ્યું છે કે ર-ડીઑક્સી-ડી-ગ્લૂકોઝ (2-ડીજી) દવા હૉસ્પિટલમાં દાખલ દર્દીઓને ઝડપથી સાજા કરવામાં તેમજ ઑક્સિજનની નિર્ભરતા ઓછી કરવામાં મદદ કરે છે.

કઈ રીતે લેવામાં આવે છે દવા

ગત વર્ષે કોરોના મહામારીની તૈયારી શરૂ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તૈયારીનું આહવાન કર્યું હતું. આ સમયે ડીઆરડીઓ તરફથી આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું હતું ર-ડીજી દવા પાઉડર તરીકે પેકેટમાં આવે છે, તેને પાણીમાં ઓગાળીને લેવાની હોય છે. દવાની અસરની વાત કરવામાં આવે તો જે દર્દીઓને આ દવા આપવામાં આવી હતી તેઓ સારવારની એસઓપી કરતા પહેલા જ સાજા થઈ ગયા હતા.

આ રાજ્યોમાં પરીક્ષણ કરવામાં આવ્યું

ત્રીજા તબક્કાનું મેડિકલ પરીક્ષણ ડિસેમ્બર 2020થી માર્ચ 2021 સુધી દેશભરની 27 હૉસ્પિટલના 220 દર્દીઓ પર કરવામાં આવ્યું હતું. જેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તામિલનાડુ શામેલ છે.

એપ્રિલ 2020માં શરૂ થયો હતો પ્રયોગ

એપ્રિલ 2020માં મહામારીની પ્રથમ લહેર દરમિયાન આઈએનએમએએસ-ડીઆરડીઓના વૈજ્ઞાનિકે હૈદરાબાદ સ્થિતિ સેન્ટર ફૉર સોલ્યૂસન એન્ડ મૉલિક્યૂલ બાયોલૉજી સાથે મળીને પ્રયોગશાળામાં પ્રયોગ કર્યો હતો. જેમાં માલુમ પડ્યું હતું કે, અણુ સાર્સ કોવ-2 વાયરલ વિરુદ્ધ કારગર છે, અને વાયરલનું સંક્રમણ વધવાથી રોકી શકાય છે.

આ પરિણામ બાદ ડીસીજીઆઈએ મે 2020માં 2-ડીજી દવાનું કોવિડ-19ના દર્દીઓ પર બીજી તબક્કાના પરીક્ષણ કરવાની મંજૂરી આપી હતી. ઓક્ટોબર 2020 સુધી બીજા તબક્કાનું પરીક્ષણ થયું હતું. જેમાં માલુમ પડ્યું હતું કે આ દવા સુરક્ષિત હોવાની સાથે સાથે કોવિડ-19 દર્દીઓને ઝડપથી સાજા કરવામાં મદદ પણ કરે છે.

બીજા તબક્કાના પ્રથમભાગમાં હૉસ્પિટલોમાં અને બીજા તબક્કાના બીજા ભાગ દેશની 11 હૉસ્પિટલના 110 દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સફળ પરિણામ બાદ ડીસીજીઆઈએ નવેમ્બર, 2020માં ત્રીજા તબક્કાના પરીક્ષણની છૂટ આપી હતી.

Related Post

Verified by MonsterInsights