પોતાના ભૂતકાળથી હાલના ઈતિહાસ સુધી જોઈએ તો યહુદીઓએ હંમેશા પોતાના અસ્તિત્વ માટે લડત લડવી પડી છે. અસ્તિત્વની આ લડતને જોતા તેઓ યુદ્ધ અને યુદ્ધ જેવી સ્થિતિઓનો સામનો કરવાના આદિ થઈ ગયા છે અને તેની તેમની રોજબરોજની જિંદગી પર કોઈ અસર પડતી નથી.
ઈઝરાયેલે પણ પોતાના નાગરિકોની સુરક્ષા અને રહેણાંક વિસ્તારોની સુરક્ષા માટે એવો ચાકબંધ ઈન્તેજામ કર્યો છે કે હમાસ કે પેલેસ્ટાઈને છોડેલું કોઈ પણ રોકેટ કે મિસાઈલ તેના માટે મોટી પરેશાની ઊભી કરી શકે તેમ નથી.
ઈઝરાયેલનું સૌથી મોટું રક્ષા કવચ આયરન ડોમ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે જે રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષા માટે હવામાં જ મિસાઈલો કે રોકેટને ઉડાવી મારે છે.