દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે જાહેરાત કરી હતી કે તમામ શાળાઓ એક સપ્તાહ માટે બંધ રહેશે. દિલ્હી સરકાર દ્વારા શાળાઓમાં રજા જાહેર કરવાનો નિર્ણય સોમવાર, 15 નવેમ્બરથી લાગુ થશે.
પ્રદૂષણને કારણે દિલ્હીમાં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. બગડતી પરિસ્થિતિને જોતા દિલ્હી સરકારે એક સપ્તાહ માટે શાળાઓમાં રજા જાહેર કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે જાહેરાત કરી હતી કે તમામ શાળાઓ એક સપ્તાહ માટે બંધ રહેશે. શાળાઓમાં રજા જાહેર કરવાનો દિલ્હી સરકારનો નિર્ણય સોમવાર એટલે કે 15 નવેમ્બરથી લાગુ થશે. દિલ્હીના સીએમએ એમ પણ કહ્યું છે કે સરકારી કર્મચારીઓ પણ ઘરેથી કામ કરશે.