Wed. Jan 15th, 2025

PM નેતન્યાહૂએ ઈઝરાયલનું સમર્થન કરનારા દેશોનો આભાર માન્યો, નહોતું લીધું ભારતનું નામ

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે એક ટ્વીટ કરી હતી જેમાં તેમણે પેલેસ્ટાઈન વિરૂદ્ધ ઈઝરાયલનું સમર્થન કરનારા દેશોનો આભાર માન્યો હતો. ટ્વીટમાં તેમણે 25 દેશોનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ભારતનું નામ નહોતું સામેલ. ભાજપના અનેક નેતાઓએ ઈઝરાયલના સમર્થનમાં પોસ્ટ મુકી હતી પરંતુ નેતન્યાહૂએ જાહેર કરેલી યાદીમાં ભારતનું નામ ન હોવાથી સોશિયલ મીડિયા પર સત્તાધારી ભાજપને ટ્રોલ કરવામાં આવી હતી.

આ તરફ નેતન્યાહૂએ જે દેશોનો આભાર માન્યો હતો તેમાંથી એકે ઈઝરાયલને સમર્થન આપવાની વાત નકારી દીધી છે. નેતન્યાહૂએ આભાર વ્યક્ત કરતી ટ્વીટ કરી હતી તેમાં આ દેશે જે જવાબ આપ્યો છે તેનાથી ઈઝરાયલના વડાપ્રધાન ભારે શરમમાં મુકાયા છે.

નેતન્યાહૂએ ટ્વીટમાં અમેરિકા, અલ્બાનિયા, ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, બ્રાઝિલ, બલ્ગેરિયા, કેનેડા, કોલંબિયા, સાઈપ્રસ, ચેક ગણરાજ્ય, જ્યોર્જીયા, જર્મની, ગુએટમાલા, હોન્દુરાસ, હંગરી, ઈટાલી, લુથુઆનિયા, મોલ્ડોવા, નેધરલેન્ડ, મેસિડોનિયા, પરાગ્વે, સ્લોવેનિયા, યુક્રેન, ઉરાગ્વેનું નામ લીધું હતું. ટ્વીટમાં ઈઝરાયલ સમર્થક જે 25 દેશોનો ઝંડો દેખાડવામાં આવ્યો હતો તેમાં બોસ્નિયા અને હર્જેગોવિનાનો ઝંડો પણ હતો.

Related Post

Verified by MonsterInsights