સો.મીડિયા પર દરરોજ ઘણા પ્રકારના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. કેટલાક વીડિયો એવા છે કે, જેને જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ, જ્યારે કેટલાક વીડિયો એવા છે કે જેને જોઈને તમે હસવાનું રોકી શકતા નથી. આવા સેંકડો વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે જ તાજેતરમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે એક સાઇકલ સવાર સાથે બનેલી ઘટના બતાવે છે. તમારી સાથે આવું ભાગ્યે જ થતું હશે. આ પ્રકારના વીડિયો જોતા લોકો ઘણી પ્રતિક્રિયા કરતા હોય છે.
તમે આ વિડીયોમાં જોઈ શકો છો, કેટલાક સાઈકલ સવારો રોડ પરથી પસાર થઈ રહ્યા છે. તેમાં એક સાઇકલ સવાર થોડું ઝડપથી આગળ વધવાનો પ્રયત્ન કરે છે. ત્યારે જ એક કાંગારું કૂદીને તેની સાથે અથડાય છે. ટક્કર થતાં જ સાઇકલ સવાર સીધો જમીન પર પડી જાય છે. આ ઘટનાનો વીડિયો હાલમાં સો. મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
Who has the right of way pic.twitter.com/uQIRM1QGVh
— Susanta Nanda IFS (@susantananda3) July 31, 2021
આઈએફએસ અધિકારી સુશાંત નંદા દ્વારા સો. મીડિયા પર વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ સાથે તેને આપેલા કેપ્શનમાં લખ્યું છે કે, આમાંથી કોણ સાચા રસ્તો છે. તેઓનો ખરેખર અર્થ શું છે, જ્યારે જંગલ કાપવામાં આવે છે અને રસ્તો બનાવવામાં આવે છે ત્યારે શું થાય છે. માણસ રસ્તા પર ચાલી રહ્યો છે જે પ્રાણીઓ માટે છે, તેથી જ રસ્તા પર આવા અકસ્માતો ઘણી વખત થાય છે. ઘણીવાર માણસનો જીવ પણ જતો રહે છે.
જો કે, વીડિયોમાં ભાઇને ટક્કર લાગી છે, તેને કેટલુ વાગ્યુ છે, તે અંગે કોઇ રિપોર્ટ આવ્યો નથી. પણ વિડીયો જોઈને લાગે છે કે આ ભાઈને બરાબર લાગ્યું હશે. વીડિયો જોયા બાદ ઘણા લોકો કહી રહ્યા છે કે તે માણસે જંગલમાં તેના રસ્તા પર ઘર બનાવ્યું. જ્યારે કેટલાક સાઇકલ સવારોનાં સ્વાસ્થ્યને લઇને પણ ચિંતિત છે.