Wed. Jan 15th, 2025

ગર્ભવતી મહિલાઓ માટે સારા સમાચાર : હવે તેમને પણ લગાશે કોરોનાની રસી, આરોગ્ય મંત્રાલયે આપી મંજૂરી

હવે દેશમાં ગર્ભવતી મહિલાઓને પણ કોરોના વિરોધી રસી લગાવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા રસીકરણ અંગે રચાયેલા નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૃપ (NTAGI) ની ભલામણ પર આરોગ્ય મંત્રાલયે સગર્ભા સ્ત્રીઓની રસીકરણને પણ મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે શુક્રવારે કહ્યું કે સગર્ભા સ્ત્રીઓ હવે કોવિન પર નોંધણી કર્યા પછી અથવા સીધા કોરોના રસીકરણ કેન્દ્રમાં જઈ રસી લગાવી શકે છે.

તાજેતરમાં, આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી, લવ અગ્રવાલે કહ્યું કે NTAGIની ભલામણ મુજબ, સગર્ભા સ્ત્રીઓ માટે રસીકરણ સલામત છે. દરમિયાન, શુક્રવાર સુધીમાં દેશમાં 34 કરોડથી વધુ ડોઝ લગાવવામાં આવી ચુક્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે દેશમાં કોવિડ-19 રસીના 34 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે માહિતી આપી કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18-44 વર્ષની વય જૂથના કુલ 9,41,03,985 લોકોએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે અને 22,73,477 લોકોએ પણ લઇ લીધો છે.

મંત્રાલયે જણાવ્યું છે કે શુક્રવારે સવારે 7 વાગ્યા સુધી પ્રાપ્ત અહેવાલ મુજબ 34,00,76,232 ડોઝ આપવામાં આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 42 લાખથી વધુ ડોઝ લગાવવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે રસીકરણ અભિયાનના 167 માં દિવસે (1 જુલાઈ), 42,64,123 ડોઝ આપવામાં આવ્યા, જેમાં 32,80,998 લોકોને પ્રથમ ડોઝ મળ્યો હતો અને 9,83,125 લોકોને બીજા ડોઝ મળ્યો છે.

મંત્રાલયે જણાવ્યું કે, ગુરુવારે, 18-44 વર્ષની વય જૂથના 24,51,539 લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો હતો અને 89,027 લોકોએ બીજો ડોઝ લીધો હતો, એમ મંત્રાલયે જણાવ્યું હતું.  ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિળનાડુ, બિહાર, ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાં 18-44 વર્ષની વય જૂથમાં 50 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

Related Post

Verified by MonsterInsights