મહારાજગંજ: ઉત્તર પ્રદેશના મહારાજજંગમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. નિકાહ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. વરરાજા દ્વારા કરવામાં આવેલી એક નાની ભૂલ તેના સત્યને આગળ લાવી. જે બાદ ગામના લોકોએ દુલ્હાની ધોલાઇ કરી . એટલું જ નહીં, આખી જાનને પોલીસ સ્ટેશન જવું પડ્યું. હકીકતમાં, વરરાજા પોતાનો ધર્મ છૂપાવીને મુસ્લિમ છોકરી સાથે લગ્ન કરી રહ્યો હતો. જો કે, નિકાહ દરમિયાન વરરાજા કેટલાક ઉર્દૂ શબ્દો સરખી રીતે ઉચ્ચારતા નહોતા. પાછળથી તેનું પોલ ખોલ્યું હતું અને તેને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર આ સમગ્ર ઘટના કોલ્હુઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જ્યારે મૌલવી અહીં નિકાહ પઢાવી રહ્યા હતા , ત્યારે વરરાજા ઉર્દુના કેટલાક શબ્દો તે જ રીતે બોલી શક્યા નહીં. જેને બાદમાં લોકોને શંકા ગઈ હતી. જ્યારે પુછપરછ કરવામાં આવી ત્યારે વરરાજાના પોલ ખુલી ગઈ હતી. વરરાજા બીજા ધર્મનો નીકળ્યો હતો. જે બાદ લોકોએ દુલ્હાની ધોલાઇ હતી. જ્યારે જાનમાં આવેલા લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે ગ્રામજનોએ તેમને પકડી પોલીસના હવાલે કર્યા.
યુવતિએ યુવકને મુસ્લિમ રિવાજ મુજબ લગ્ન કરવા સમજાવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, સિદ્ધાર્થનગરના એક યુવકે કોલ્હુઇ વિસ્તારની એક યુવતી સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી હતી. બંને પ્રેમમાં પડ્યાં. થોડા દિવસોમાં જ તે યુવક તેની ગર્લફ્રેન્ડના ઘરે જઈ રહ્યો હતો. આ કિસ્સામાં યુવતીને છોકરાના ધર્મ વિશે માહિતી હતી, પરંતુ તેણે તેના પરિવારને કશું કહ્યું નહીં. જેથી યુવતીએ યુવકને મુસ્લિમ રિવાજ મુજબ લગ્ન કરવા સમજાવ્યા.
જાનૈયાઓની પૂછપરછ
વરરાજાએ કહ્યું કે લોકડાઉન હોવાનું જણાવીને જાનમાં ફક્ત પાંચ જ લોકોને લાવવાની વાત વાત કરી હતી. નિર્ધારિત તારીખે એટલે કે રવિવારે યુવક પાંચ લોકો સાથે યુવતીના ઘરે પહોંચ્યો હતો. લગ્ન સમયે યુવક ઉર્દૂમાં કેટલાક શબ્દો બોલવામાં થોથવાયો હતો. જે બાદમાં મૌલવીને શંકા ગઈ હતી. પાછળથી તેનું પાનકાર્ડ ચેક કરાયું હતું અને ફોટો તેનો હતો પરંતુ નામ પરથી બીજા ધર્મનો ખુલાસો થયો હતો.
બાદમાં આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે મોડી સાંજ સુધી યુવતીએ યુવક સાથે લગ્ન કરવાની જીદ કરી હતી. છોકરીનો પરિવાર વરરાજાના ઘરે ગયો ન હતો, તેથી તેઓ ધર્મ વિશેની હકીકતથી અજાણ હતા. વરરાજા સહિતના લોકોને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. હાલમાં બંને પક્ષો વાટાઘાટો કરી રહ્યા છે. છોકરી જાણતી હતી કે છોકરો બીજા ધર્મનો હતો.