Thu. Dec 26th, 2024

મોબાઈલ એજ્યુકેશનનો ચોંકાવનારો કિસ્સો: એક 13 વર્ષિય ભાઈએ પોર્ન વીડિયો જોયા બાદ તેની 15 વર્ષની બહેન સાથે બાંધ્યા શરીર સંબંધ…

અલવર : રાજસ્થાનના અલવરમાં ભિવાડીમાં એક ચોંકાવનારી ઘટનામાં 15 વર્ષીય યુવતી સગા ભાઈ સાથે જાતીય સંબંધ બાંધ્યા બાદ ગર્ભવતી થઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે તેનો ભાઈ તેના કરતા માત્ર બે વર્ષનો નાનો છે. એટલે કે માત્ર 13 વર્ષનો છે.

13 વર્ષનો છોકરો અને તેની 15 વર્ષની બહેન મોબાઇલ પર અભ્યાસ કરતા હતા. બંને સ્કૂલને લગતી ચીજો શોધી રહ્યા હતા. તેમાં એક અશ્લીલ ફિલ્મની એક લિંક આવી ગઈ હતી. બંને તેને ખુલ્લી જોઈને ઉત્તેજિત થયા હતા અને 13 વર્ષના ભાઈએ 15 વર્ષની બહેન સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ રીતે બંને વારંવાર શરીર સુખ માણતાં તેથી 15-વર્ષીય બહેન ગર્ભવતી થઈ ગઈ હતી કારણ કે બંનેએ આ રીતે શારીરિક આનંદ માણ્યા હતા. જ્યારે છોકરી છ મહિનાની ગર્ભવતી બની ત્યારે પરિવારને જાણ થઈ હતી. બાળકીના ગર્ભાશયમાં બાળક સાથેની ગંભીર સમસ્યા સર્જાવાને કારણે ગર્ભપાત શક્ય ન હતું, તેથી ડિલિવરી કરાવીને બાળકને જન્મ આપ્યો છે.

પીડિતા ભિવાડીની એક ખાનગી શાળામાં ધોરણ 9 માં અભ્યાસ કરે છે.અને નાનો ભાઈ ધોરણ 7 માં અભ્યાસ કરે છે. ઘટના સંદર્ભે મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ રામાશંકરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રનો એક પરિવાર ઘણા સમયથી મજૂરી માટે ભીવાડીમાં રહેતો હતો. દરમિયાન, દાદીએ જ્યારે તેની 15 વર્ષની પૌત્રીનું પેટ વધતું જોયું ત્યારે તેને શંકા ગઈ, તેમણે તપાસ કરાવી તો તે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું છે.

આ સમાચાર સાંભળીને પરિવારમાં ખળભળાટ મચી ગયો. આખો પરિવાર તાત્કાલિક મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના સેવાગ્રામમાં સ્થળાંતર થયો. જોકે, છ મહિના થઈ ગયા હોવાથી ગર્ભપાત શક્ય નહોતું. ગર્ભમાં રહેલા બાળકની સ્થિતિ ખરાબ થતા ડિલીવરી કરાવવી પડી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ભાઈ-બહેન ફોન પર ભણતાં હતાં. આ વખતે પોર્ન મૂવીની કોઈ લિંક તેમને મળી ગઈ અને તેઓ અશ્લિલ ફિલ્મો જોવા લાગ્યા હતા. આથી ઉત્તેજિત થઈને બંનેએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. બંનેને ખ્યાલ નહોતો કે તેઓ શું કરી રહ્યા છે.

Related Post

Verified by MonsterInsights