Wed. Jan 15th, 2025

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર : સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ, 31 જુલાઈ સુધીમાં ધોરણ 12ના પરિણામ જાહેર કરો

મોટાભાગના રાજ્ય બોર્ડ્સ દ્વારા તેમની ધોરણ 12 ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય બોર્ડને 31 જુલાઇ સુધી ધોરણ 12 ના પરિણામો જાહેર કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે રાજ્યોએ હજુ સુધી આંતરિક મૂલ્યાંકનનો ફોર્મ્યૂલા તૈયાર નથી કર્યો તેમની પાસે 10 દિવસનો સમય છે.

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના બોર્ડની વાત કરીએ તો બુધવારે શિક્ષણપ્રધાન દિનેશ શર્માના નેતૃત્વમાં યુપી બોર્ડની મહત્વની બેઠક થઈ હતી. ડો.શર્માએ બોર્ડ ઓફિસરોને નિર્ધારિત મૂલ્યાંકન ફોર્મ્યૂલાના માળખા પર જુલાઈમાં ધોરણ 10 અને ધોરણ 12ન વિદ્યાર્થીઓની માર્કશીટ જાહેર કરવા સૂચના આપી છે.

આ સીબીએસઈનું ફોર્મ્યુલા છે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે 12 મા ધોરણના વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાનો ફોર્મ્યુલા સુપ્રીમ કોર્ટમાં હાલમાં જ રજુ કરી દીધો. બોર્ડે કહ્યું કે 30:30:40 ફોર્મ્યુલાને આધાર હશે અને પરિણામ તૈયાર થશે. બોર્ડે કહ્યું કે 30:30:40 ફોર્મ્યુલા અંતર્ગત ધોરણ 10 ના બોર્ડના પરિણામોના આધારે 30 ટકા ગુણ આપવામાં આવશે, ધોરણ 11 પર 30 ટકા ગુણ અને પ્રી બોર્ડના ધોરણ 12 પર 40 ટકા ગુણ. પરિણામો ધોરણ 12 ની પરીક્ષા પરિણામ 31 મી જુલાઈ સુધીમાં જાહેર કરવામાં આવશે.

Related Post

Verified by MonsterInsights