Sun. Sep 8th, 2024

સીરમ પણ બનાવશે સ્પુતનિક-વી વેક્સિન: DCGI

રશિયાની વેક્સિન સ્પુતનિક-વીનું નિર્માણ હવે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા પણ કરશે. ડ્ર્ગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ સીરમે સ્પુતનિક-વીએ નિર્માણ માટેની જરૂરી મંજૂરીઓ આપી દીધી છે. કંપની પુણે સ્થિત હડપ્સર સ્થિત તેની લેબમાં વેક્સિનનું પરીક્ષણ અને નિશ્લેષણ કરી શકે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી રસી માટે એસ્ટ્રાઝેનેકા સાથે જોડાણ કર્યું છે. આ રસી ભારતમાં કોવિશિલ્ડના નામથી બનાવવામાં આવી રહી છે.

કંપનીએ ભારતમાં રસીને ટ્રાયલ કરી હતી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની રસી જોડાણ કોવોક્સ ઓર્ગેનાઇઝેશનને પણ કોવાશીલ્ડ સપ્લાય કરવામાં આવી હતી. સીરમ સંસ્થાએ નોવાવૈક્સ કંપની સાથે જોડાણ પણ કર્યું છે, જેની રસી કોવાવૈક્સ તરીકે ઓળખાશે. આ રીતે, હવે કંપની કોવિશિલ્ડ, સ્પુટનિક-વી અને કોવાવાક્સ રસીનું ઉત્પાદન કરશે.

મહત્વનું છે કે, ઘરેલું ફાર્માસ્યુટિકલ કંપની પેનાસીઆ બાયોટેકે રશિયાના સરકારી રોકાણ, રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ)ના સહયોગથી ભારતમાં સ્પુટનિક-વી કોરોના વાયરસ રસીનું ઉત્પાદન શરૂ કર્યું છે. હિમાચલ પ્રદેશના પેનાસીઆ બાયોટેકની બડ્ડી ફેક્ટરીમાં તૈયાર કરાયેલ કોવિડ -19ની સ્પુટનિક-વી રસીનો પ્રથમ માલ રશિયાના ગામાલેયા કેન્દ્રમાં મોકલવામાં આવશે, જ્યાં તેની ગુણવત્તાનું પરીક્ષણ કરવામાં આવશે.

રશિયાની આરડીઆઇએફ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પુટનિક-વી રસી ઉપલબ્ધ કરે છે. આરડીઆઇએફ અને પેનાસીઆ બાયોટેક દર વર્ષે ભારતમાં સ્પુટનિક-વી રસીના 100 મિલિયન ડોઝ તૈયાર કરવા માટે સંમત થયા છે. એપ્રિલમાં બંને દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી.

Related Post

Verified by MonsterInsights