નવી દિલ્હી : વેક્સિનેશન મિશન પૂરજોશમાં ચાલતું હોવાના સરકારી દાવા વચ્ચે દેશભરમાં ઠેર-ઠેર વેક્સિનની અછત સર્જાઈ હતી. કેટલાય રસીકરણ કેન્દ્રો વેક્સિનના અભાવે બંધ રહ્યા હોવાનો દાવો લોકોએ કર્યો હતો.મહત્વનું છે કે રાજસૃથાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે વેક્સિનની અછત હોવાથી મોટાભાગના કેન્દ્રો બંધ રાખવાની ફરજ પડી છે. તેમણે કેન્દ્ર સરકારને વેક્સિનનો પૂરતો જથૃથો આપવાની રજૂઆત કરી હતી.
બીજી બાજુ દિલ્હીમાં પણ ઘણાં કેન્દ્રોમાં વેક્સિન માટે લાંબી લાઈનો લાગી હતી, પરંતુ વેક્સિન મળી ન હતી. ઉત્તર પ્રદેશના વારાણસીમાં વેક્સિનની અછત સર્જાઈ ગઈ હતી. વડાપ્રધાનનો મતવિસ્તાર હોવા છતાં વેક્સિન ખૂટી પડી તે બાબતે સોશિયલ મીડિયામાં પણ લોકોએ કટાક્ષ કર્યો હતો. યુપીના પડરોનામાં પણ વેક્સિનેશન થયું ન હતું.
તે ઉપરાંત ગોરખપુરમાં પણ વેક્સિનની ઘટ પડી જતાં કેન્દ્રો બંધ રહ્યા હતા. મધ્યપ્રદેશના રતલામમાં વેક્સિનેશન કેન્દ્રોમાં લોકો ઉમટી પડયા હતા, પરંતુ વેક્સિન ન હોવાથી લાંબી લાઈન બાદ ઘરે પાછા ફર્યા હતા. વેક્સિન માટે રતલામમાં તો ઘણાં કેન્દ્રોમાં ધક્કા મુક્કી પણ થઈ હતી. બિહારના ભોજપુર અને જમુઈમાં વેક્સિનેશન અભિયાન ઠપ પડી ગયું હતું.
હજુ બે દિવસ વેક્સિનેશન નહીં થાય એવું સૃથાનિક અિધકારીઓએ લોકોને કહ્યું હતું. તમિલનાડુમાં વેક્સિનેશન મિશનને બ્રેક લાગી હતી. ચેન્નાઈ, કોઈમ્બતુરમાં લોકોએ વેક્સિન ન મળતાં વેક્સિન સેન્ટર પર જ હોબાળો મચાવ્યો હતો. બીજા જિલ્લાઓમાં પણ આવી જ સિૃથતિ સર્જાઈ હતી. કર્ણાટકમાં પણ વેક્સિનની અછતની ફરિયાદ ઉઠી હતી.