Wed. Jan 15th, 2025

પૃથ્વી પર આજે ત્રાટકશે આ મુસીબત, આ વસ્તુ પર થશે અસર

સૌરતોફાનની આફત પૃથ્વી ઉપર મંડરાઈ રહી છે. 16 લાખ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ત્રાટકી રહેલું સૌરતોફાન જો પૃથ્વીમાં એટલી જ તીવ્રતાથી ત્રાટકશે તો મોબાઈલ નેટવર્ક અને જીપીએસ સુધીની સર્વિસને અસર કરશે.સૂર્યમાંથી ઉદ્ભવેલું ગરમ તોફાન ધરતી સાથે ટકરાય તેવી શક્યતા છે. 12મીથી 13મી જુલાઈએ સૂર્ય તરફથી આવેલું આ તોફાન પૃથ્વી પર ત્રાટકશે. તેના કારણે જીપીએસ સિસ્ટમ, મોબાઈલ નેટવર્ક, સેટેલાઈટ ટીવી વગેરે ઉપર અસર પડશે.

આ તોફાન સૂર્યના દક્ષિણ ભાગમાંથી 3જી જુલાઈએ ઉદ્ભવ્યું હતું. જો એ તોફાન ત્રાટકશે તો પૃથ્વીમાં થોડી મિનિટો માટે પરેશાની ખડી કરશે. દુનિયાના અસંખ્ય શહેરોમાં વીજળી ગૂલ થાય એવી પણ દહેશત વ્યક્ત કરવામાં આવી છે. ખાસ તો પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધુ્રવના મેગ્નેટિક ફિલ્ડમાં તોફાનની અસર વર્તાશે, પરંતુ તેના કારણે આખી પૃથ્વી પ્રભાવિત થશે.

ધરતીના ગુરૂત્વાકર્ષણ સાથે એ તોફાન ત્રાટકશે એટલે તે વિખેરાઈ જાય એવી પૂરી શક્યતા છે, પરંતુ થોડી વાર માટે બધા જ સેટેલાઈટને અસર પડશે અને તેના કારણે મોબાઈલ નેટવર્કની સમસ્યા સર્જાશે. નાસાએ કહ્યું હતું કે એ વખતે આકાશમાં જે વિમાનો ઉડતા હશે તેની જીપીએસ સિસ્ટમ ખોરવાઈ જશે. સેટેલાઈટ ટીવી પણ બંધ પડી જશે.

ઘણાં દેશોનો વીજપૂરવઠો ખોરવાય જાય એવી શક્યતા પણ નકારી શકાતી નથી. પરંતુ તે પછી બધુ ફરીથી યથાવત થઈ જશે. ઉલ્લેખનીય છે કે પૃથ્વી ઉપર સૌથી શક્તિશાળી સૌરતોફાન માર્ચ-1989માં ત્રાટક્યું હતું. એ વખતે કેનેડામાં હાઈડ્રો-ક્યૂબેક ઈલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન 9 કલાક માટે બંધ થઈ ગયું હતું. તે પછી 1991માં પણ એક સૌરતોફાન ટકરાયું હતું. તે વખતે અમેરિકાના ઘણાં રાજ્યોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી.

Related Post

Verified by MonsterInsights