મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. શહેરના એક પોલીસ કર્મચારીના ઘરેથી કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી અને ચોરી કર્યા પછી માફી માંગતો પત્ર છોડી ગયો હતો. ચોરે પત્રમાં લખ્યું છે કે તે એક મિત્રનો જીવ બચાવવા માટે આ કરી રહ્યો છે અને ચોરી કરેલી રકમ ટૂંક સમયમાં પરત કરી દેશે. પોલીસ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ ચાલી રહી છે. આરોપીની ધરપકડ ટૂંક સમયમાં કરવામાં આવશે.
આ ઘટના ભીંડ જિલ્લાની છે. ત્યાંના એએસઆઈ (ASI) એ જણાવ્યું કે, છત્તીસગઢમાં કામ કરતા પોલીસ કર્મચારીના ઘરે આ ચોરી થઈ હતી.
તેણે જણાવ્યું કે, પોલીસ કર્મચારીનો પરિવાર ભીંડમાં રહે છે. ચોરે એક પત્ર છોડી ગયો હતો, જેમાં તેણે લખ્યું છે કે ‘સોરી દોસ્ત, મારી મજબૂરી હતી. જો મેં આ ન કર્યું હોત તો મારો મિત્રનો જીવ જતો રહ્યો હોત. પરંતુ તમે ચિંતા કરશો નહીં, મને પૈસા મળતાંની સાથે જ હું પૈસા પાછો આપી જઈશ.”
ભીંડ પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પીડિતાની ફરિયાદના આધારે ચોરોએ કેટલાક ચાંદી અને સોનાના દાગીના ચોરી લીધા હતા. તેમણે પોલીસને જણાવ્યું કે તેમને શંકા છે કે પરિવારના કેટલાક પરિચિતો આ કામમાં સામેલ છે. પોલીસ અધિકારી દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.