કેન્દ્ર સરકારે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ અને કોરોનાની ત્રીજી તરંગ વિશે માહિતી આપી છે, જેને વેરિએન્ટ ઓફ કન્સર્ન તરીકે જાહેર કરવામાં આવી છે. કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડો.વીકે. પૉલે કહ્યું, “કોરોનાની ત્રીજી લહેરનું આવવું કે નહીં એ આપણા હાથમાં છે” આ માટે માર્ગદર્શિકાનું પાલન જરૂરી છે.
ત્રીજી તરંગની તારીખ કે મહિનો નક્કી ના કરી શકાય : પૉલ
ત્રીજી તરંગને રોકવું આપણા હાથમાં, નિયમ પાલન આવશ્યક : પૉલ
ડેલ્ટા વેરિએન્ટ પર કોવેક્સિન-કોવિશીલ્ડ અસરકારક : પૉલ
આ સાથે કોરોનાના ત્રીજા તરંગ માટે કોઈ તારીખ અથવા મહિનો નક્કી કરવો યોગ્ય નથી. ત્રીજી તરંગ નિયમ અને પાલન અને અમારી રિસ્પોન્સ સિસ્ટમ પર નિર્ભર કરે છે. આઇસીએમઆર અધ્યયનમાં એ પણ મળ્યું છે કે કોવિશિલ્ડ અને કોવેક્સિન ડેલ્ટા વેરિએન્ટ પર અસરકારક હતા. ‘ડેલ્ટા પ્લસ મુદ્દા પર વી.કે. પોલે કહ્યું, “અત્યાર સુધીમાં કોઈ પણ સાયન્ટિફિક સંશોધન બતાવ્યું નથી કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ રસીની અસરકારકતા ઘટાડે છે”. ડેલ્ટા પ્લસ વાયરસ મળ્યાને લાંબો સમય થયો નથી. તેથી આ અંગેનો વૈજ્ઞાનિક ડેટા પ્રારંભિક તબક્કે છે.