નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે નોઈડા સ્થિત સુપરટેક એમેરાલ્ડની 40 માળની ટ્વિન બિલ્ડિંગ ત્રણ મહિનામાં તોડી પાડવાનો આદેશો આપ્યો છે. જસ્ટિસ ચંદ્રચૂડે ચુકાદો સંભળાવતા કહ્યું કે, આ કેસ નોઈડા ઓથોરિટી અને ડેવલપર વચ્ચેની મિલીભગતનું પરિણામ છે. આ મામલામાં રીતસર બિલ્ડીંગ પ્લાનિંગના નિયમોનું ઉલ્લંઘન થયું છે. નોઈડા ઓથોરિટીએ આ પ્લાન અંગે કોઈ જાહેરાત પણ નથી કરી. તેવામાં અલ્હાબાદ હાઈકોર્ટનો ટ્વીન ટાવર તોડી પાડવાનો ચુકાદો બિલકુલ યોગ્ય છે.
સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું હતું કે બંને ટાવરોને તોડી પાડવાની કિંમત પણ સુપરટેક પાસેથી જ વસુલવામાં આવે. સાથે જ ફ્લેટ ખરીદનારાઓને બે મહિનામાં પૈસા રિફંડ કરવામાં આવે.
જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે અનધિકૃત નિર્માણમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે જેની સામે સખત પગલાં લેવા જોઈએ. પર્યાવરણની સલામતી અને લોકોની સુરક્ષા પર પણ વિચાર કરવો જોઈએ. કોર્ટે નોઈડા ઓથોરિટી દ્વારા અપાએલી મંજૂરીમાં નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાની વાત કરી છે.
નોઈડા ઓથોરિટીને SCની લપડાક: નખશીખ ભ્રષ્ટાચારથી ખરડાયેલ સંસ્થા
સુનાવણી દરમિયાન બિલ્ડરનો પક્ષ મૂકી રહેલી નોઈડા ઓથોરિટીને ફટકાર લગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમારામાં નખશીખ ભ્રષ્ટાચાર ભરેલો છે.