Mon. Dec 23rd, 2024

દુનિયાની સૌથી મોટી વીડિયો સ્ટ્રીમીંગ વેબસાઈટ YouTube ડાઉન થયું

દુનિયાની સૌથી મોટી વીડિયો સ્ટ્રીમીંગ વેબસાઈટ YouTube 19 મેની સવારે ડાઉન થઈ ગયુ છે. લગભગ એક કલાક ઠપ્પ રહ્યા બાદ YouTube ફરી વખત કામ કરવા લાગ્યુ હતું. સર્વિસ ઠપ્પ થવાની પુષ્ટિ ખુદ YouTube ટ્વિટ કરીને આપી હતી. ડાઉન થતાં ટ્વિટર પર #YouTubeDOWN ટ્રેંડ કરવા લાગ્યુ હતું.

સવારે 8 કલાકે લગભગ 89 લોકોએ યુટ્યૂબ ડાઉન હોવાની ફરિયાદ ડાઉનડિટેક્ટર પર કરી હતી. અને 8.33 કલાક સુધી આ ફરિયાદ કરનારા લોકોની સંખ્યા 8 હજારથી વધી ગઈ હતી. 90 ટકા લોકોનું કહેવુ હતું કે, વીડિયો પ્લે થઈ શકતા નથી. તો વળી 2 ટકા લોકોને લોગીન કરવામાં મુશ્કેલીઓ આવી હતી.

યુઝર્સને યુટ્યૂબના એપ અને ડેસ્કટોપ બંને વર્ઝનમાં મુશ્કેલીઓ આવી રહી હતી. યુઝર્સ ન તો વીડિયો જોઈ શકતા હતા, કે નતો લોગીન કરી શકતા હતા.

Related Post

Verified by MonsterInsights