ભારતીય મૂળના એક જાણીતા વૈજ્ઞાનિકે એ વાતના સંકેત આપતા ચેતવણી આપી છે કે બ્રિટન કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરના પ્રારંભિક તબક્કામાં છે. આ સાથે જ તેમણે પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનને 21 જૂનથી લોકડાઉન હટાવવાની યોજનાને થોડા અઠવાડિયા સુધી ટાળવાની અપીલ પણ કરી છે.
ઝડપથી વધી રહ્યા છે કોરોના સંક્રમણના કેસ
બીબીસીએ સોમવારે જણાવ્યું કે સરકારના ન્યૂ એન્ડ ઈમર્જિંગ રેસ્પિરેટરી વાયરસ થ્રેટ એડવાઈઝરી ગ્રુપના સભ્ય અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર રવિ ગુપ્તાએ કહ્યું કે આમ તો નવા કેસ અપેક્ષા કરતા ઓછા છે પરંતુ કોવિડ-19ના B.1.667 સ્વરૂપના ‘ઝડપથી વધવાની’ આશંકાને બળ આપ્યું છે. બ્રિટનમાં રવિવારે સતત પાંચમા દિવસે કોવિડ-19ના 3000થી વધુ નવા કેસ સામે આવ્યા હતા. તે અગાઉ બ્રિટને 12 એપ્રિલ બાદ આ આંકડો પાર કર્યો નથી.
લોકડાઉનને હાલ ન હટાવો
રવિ ગુપ્તાએ પ્રધાનમંત્રીને 21 જૂનથી લોકડાઉન હટાવવાની યોજનાને થોડા સમય માટે ટાળવાની પણ અપીલ કરી છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસ 4,499,939 સુધી પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં 1,28,043 લોકોએ કોવિડથી જીવ ગુમાવ્યા છે. ગુપ્તાએ ક હ્યું કે બ્રિટન પહેલેથી ત્રીજી લહેરની પકડમાં છે અને ત્રણ ચતુર્થાંશ નવા કેસમાં કોરોના વાયરસનું એ સ્વરૂપ મળી આવ્યું છે જે ભારતમાં જોવા મળ્યું.
શરૂઆતમાં ઓછા હોય છે આંકડા
તેમણે કહ્યું કે ખરેખર, હાલ તો કેસ ઓછા છે પરંતુ તમામ લહેર ઓછા આંકડાથી જ શરૂ થાય છે, પરંતુ પછીથી તે વિસ્ફોટક બની જાય છે. આથી એ મહત્વનું તત્વ છે કે અહીં જે જોવા મળી રહ્યું છે તે શરૂઆતની લહેર છે. તેમણે કહ્યું કે પરંતુ બ્રિટનમાં જેટલા લોકોને રસી અપાઈ છે તે હિસાબથી કદાચ આ લહેરને ગત લહેરોની સરખામણીએ સશક્ત રીતે સામે આવવામાં સમય લાગશે.