પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને મારી નાખવાની ધમકી આપનારા વ્યક્તિની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે. કહેવાય છે કે ગત રાતે સલમાન નામના વ્યક્તિએ પોલીસને ફોન કરીને પીએમ મોદીને મારી નાખવાની ધમકી આપી હતી.
વરિષ્ઠ અધિકારીઓ કરી રહ્યા છે પૂછપરછ
22 વર્ષના આરોપીની દિલ્હીના ખજૂરી ખાસ પોલીસ મથકની પોલીસે ધરપકડ કરી લીધી છે. દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ આરોપીની પૂછપરછ કરી રહ્યા છે. પોલીસને જાણવા મળ્યું છે કે આ આરોપી વિરુદ્ધ અનેક કેસ થયેલા છે અને હાલ તે જામીન પર પર બહાર છે. આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે જેલ જવા માટે ફોન કર્યો હતો.
ગત વર્ષે પણ પોલીસે એક વ્યક્તિને પકડ્યો હતો
ગત વર્ષ નવેમ્બરમાં પણ એક વ્યક્તિએ દિલ્હી પોલીસને ફોન કરીને પીએમ નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પોલીસે આરોપીની દિલ્હીથી ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે તે વ્યક્તિને પકડ્યો તો ખબર પડી કે તે વ્યક્તિ દારૂના નશામાં હતો અને નશામાં જ તેણે પોલીસને ફોન કરી નાખ્યો હતો.