Sun. Dec 22nd, 2024

US / યુએસના ફ્લોરિડામાં 12 માળની ઈમારત ધરાશયી થતા 5ના કરૂણ મોત, રાહત અને બચાવ કાર્ય યથાવત!

અમેરિકાના ફ્લોરિડા શહેરમાં 12 માળની ઇમારત ધરાશાયી થતાં 100 થી વધુ લોકો કાટમાળ નીચે દટાય ગયા હતા. કાટમાળમાં દટાયેલા 5 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે અને બચાવ કામગીરી હજી ચાલુ છે. દુર્ઘટનાને પગલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર ફ્લોરિડામાં મિયામી સમુદ્ર નજીક એક બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે અને મૃત્યુઆંક હજી ખૂબ વધારે હોવાની સંભાવના છે. આ અકસ્માત 2 દિવસ પહેલા થયો હતો અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.

બચાવ ટીમોએ સફળતાપૂર્વક ઘણા લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા છે પરંતુ 156 લોકો હજી ફસાયેલા હોવાની આશંકા છે. બચાવ ટીમને શનિવારે કૉન્ડોમિનિયમ ટાવરના કાટમાળમાં વધુ એક લાશ મળી હતી, જેમાં મોતનો આંકડો પાંચ પર પહોંચ્યો હતો.

બિલ્ડિંગ ધરાશાયી થતાં કાટમાળમાં આગ લાગી હતી, જેનાથી બચાવ કામગીરી મુશ્કેલ બની હતી. મિયામી ડાડેના મેયરના કહેવા પ્રમાણે આગની લપેટો ખૂબ જ તેજ છે અને ફાયર વિભાગના કર્મચારીઓને સ્ત્રોતને જાણવામાં તકલીફ પડી રહી છે. આગને પગલે બચાવ પ્રયાસો ખોરવાઈ રહ્યા છે અને અકસ્માતનું કારણ હજી નક્કી થયું નથી.

Related Post

Verified by MonsterInsights