પશ્ચિમ બંગાળના સાંસદ દેબોશ્રી ચૌધરીએ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીએ દેબોશ્રીનું રાજીનામુ માગી લીધુ છે. માનવામાં આવે છે કે પશ્ચિમ બંગાળના કેટલાક નવા ચહેરાઓને કેબિનેટમાં જગ્યા મળી શકે છે.
કેન્દ્રીય કેબિનેટમાં બુધવારે સાંજે મોટો ફેરફાર થવાનો છે. આ અગાઉ દિલ્હીમાં રાજકારણ ગરમાગરમાની ચરમસિમાએ છે.
નવા નામ મંત્રીમંડળમાં જોડાતા પહેલા જૂના નામો વિદાય આપી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંકને કેબિનેટમાંથી હટાવવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, તબિયત લથડતાં રમેશ પોખરીયાલ નિશંકને કેબિનેટમાંથી હટાવવામાં આવ્યા છે. કોરોના થયા બાદ સતત તેમનું સ્વાસ્થ્ય લથડતુ રહ્યુ છે. આવા સમયે તેમને મંત્રીપદેથી હટાવી દેવામાં આવ્યા છે.