Fri. Dec 27th, 2024

મોટી દુર્ઘટના / સ્વીડનમાં રનવે પરથી ઉડાન ભરતી વખતે પ્લેન ક્રેશ થયું, પાયલટ સહિત 8 લોકોના મોત

સ્વીડનમાં ઓરેબ્રો શહેરમાં એક વિમાન દુર્ઘટના ગ્રસ્ત થઈ ગયુ છે. તેમાં 6 સ્કાઈડાઈવર્સ અને પાયલટ સહિત અન્ય સવાર હતા. આ દુર્ઘટનામાં તમામ પાયલટ અને 8 સ્કાઈડાઈવર્સ નું મોત થઈ ગયુ છે. સ્વીડનના જોઈન્ટ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (જેઆરસીસી) અનુસાર, તે એક નાનું પ્રોપેલર વિમાન હતું, સ્ટોકહોમથી જે રેબ્રો એરપોર્ટ નજીક 160 કિ.મી. પશ્ચિમમાં ક્રેશ થયું હતું. જેઆરસીસીએ જણાવ્યું કે તેમને વિમાનને રનવે પર મળી આવ્યું છે. વિમાન ઉપડતી વખતે ક્રેશ થયું હતું.

વિમાનમાં કુલ 9 લોકો સવાર હતા

પોલીસ પ્રવક્તા લાર્સ હેડલિનએ જણાવ્યું હતું કે ઘણા લોકો માર્યા ગયા છે, જોકે તેમણે ચોક્કસ નંબર આપ્યો નથી. પ્રવક્તાએ જણાવ્યું કે ગંભીર રીતે ઘાયલ થયેલા એક વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. 2019 માં પણ પૂર્વોત્તર સ્વીડિશ શહેર ઉમેમાં સમાન વિમાન દુર્ઘટનામાં નવ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

 

Related Post

Verified by MonsterInsights