માણસોને ભલે લાગે કે, તે સૌથી શક્તશાળી છે. પરંતુ મોટાભાગે એવું જોવા મળ્યું છે કે પ્રાણીઓની સામે બોલતી બંધ થઈ જાય છે. કારણ કે ઘણી વખત જાનવરો માણસને પોતાનો શિકાર બનાવે છે. ખાસ કરીને જ્યારે સિંહો અને વાઘની વાત આવે છે. નામ સાંભળતા જ પગ ધ્રુજવા લાગે છે. આવા સમયે ખરેખર જો સાચે જ સામે આવી જાય તો પુછવુ જ શું.આ વીડિયો પણ કંઈક આવી જ અનુભૂતિ કરાવશે.
સોશિયલ મીડિયા પર પ્રાણીઓના ખૂબ જ શાનદાર વીડિયો શેર થતા રહેતા હોય છે. તેમાંના કેટલાક એવા વિડિયો છે જેને જોઈને લોકો દંગ રહી જાય છે. કેટલાક વિડિયો ખૂબ જ સુંદર હોય છે. જેને લોકો વારંવાર જોતાં હોય છે. એટલું જ નહીં, ઘણી વિડિયો પર તો લાખો કરોડો વ્યૂઝ પણ મળે છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે . જેને જોયા બાદ લોકો એક ક્ષણ માટે તો આશ્ચર્યચકિત થઈ જાય છે.કારણ કે જે રીતે વાઘે ટૂરીસ્ટ બસનો ઘેરાવ કર્યો છે, ગમે તેવા વ્યક્તિનો પરસેવો છૂટી જાય.