વારાણસી:વડાપ્રધાન મોદી વારાણસીના મુલાકાતે છે .મોદીએ વારાણસીમાં આંતરાષ્ટ્રીય સહયોગ અને સંમેલન કેન્દ્ર ‘રુદ્રાક્ષ’નું ઉદ્ઘાટન કર્યું હતું.સાથે 1500 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું.સાથે pm મોદીએ કહ્યું કે બનારસના વિકાસ માટે જે પણ થઈ રહ્યું છે તે મહાદેવના આશીર્વાદ અને જનતાના પ્રયાસથી જ શક્ય બન્યું છે.
મોદીએ કહ્યું કે આજે ઉત્તર પ્રદેશ સમગ્ર દેશમાં કોરોનાના સૌથી વઘુ ટેસ્ટિંગ કરવા વાળો રાજ્ય છે.સાથે આજે ઉત્તર પ્રદેશ વેકસીનેશન કરવા વાળો રાજ્ય છે.Up માં જે પ્રમાણે સાફ સફાઈ સહિત સ્વાસ્થ્યથી જોડાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયુ છે.UP ના ગામોમાં સ્વાસ્થ્ય કેન્દ્રો મેડિકલ કોલેજો સાથે એઇમ્સ જેવા મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અભૂતપૂર્વ સુધાર થઈ રહ્યા છે.હાલ UP માં 550 ઓક્સિજન પ્લાન્ટ્સ બનાવવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે.
વડાપ્રધાને કહ્યું કે કાશી નગરી આજે પૂર્વાચલનું મોટું મેડિકલ હબ બની રહ્યું છે.અગાઉ જે બીમારીઓના સારવાર માટે દિલ્હી અને મુંબઇ જવું પડતું હતું તેવી બીમારીઓની સારવાર હવે કાશી માજ મળી રહે છે.ત્યારે આજે કાશીને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધુ સુવિધાઓ જોડાઈ છે.આજે કાશી ને મહિલાઓ અને બાળકો માટે નવી હોસ્પિટલ પણ મળી છે.જેમાં 100 બેડની ક્ષમતા BHU માં અને 50 બેડ જિલ્લા હોસ્પિટલને ફાળવવામાં આવ્યા છે.સાથે સાથે કાશીમાં સ્ક્રીન્સના માધ્યમથી ગંગા ઘાટ અને કાશી વિશ્વનાથ મંદિરમાં થતી આરતીનું પ્રસારણ આખા શહેરમાં સંભવ થશે.
વડાપ્રધાને કરેલા રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનું લોકાર્પણ કર્યું જેના માટે જાપાને 186 કરોડ રૂપિયાની સહાય કરી છે.રુદ્રાક્ષ સેન્ટરમાં જાપાની અને ભારતીય વસ્તુ શૈલીનું સંગમ દેખાઈ આવે છે.આ હોલના પાયાનું ડિસેમ્બર 2015માં જ્યારે જાપાનના વડાપ્રધાન શીંજો આબે ભારતના પ્રવશે આવ્યા હતા તે પ્રવાસ દરમિયાન તેઓએ ભારતને બુલેટ ટ્રેન અને વારાણસીને જાપાનના સહયોગથી રુદ્રાક્ષ નામના આંતરરાષ્ટ્રીય સેન્ટરની ભેટ આપી હતી.જેનું આજે વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કરી દેશ અને દુનિયા માટે ખુલ્લું મૂક્યું છે.આનાથી શહેર માં સાંસ્કૃતિક અને પ્રવાસી ભારતીય દિવસ જેવા વૈશ્વિક આયોજનો માટે લાભદાયક રહેશે.
આ સેન્ટરમાં એક સાથે 1200 લોકોની બેઠકની વ્યવસ્થા છે.સાથે તેમાં લોકોની સંખ્યાઓને ધ્યાનમાં રાખી તેને બે ભાગોમાં વહેંચવાની વ્યવસ્થા કરાઈ છે.તેના સિવાય AC સેન્ટરમાં મોટા હોલની ક્ષમતા વાળું એક મીટિંગ હોલ પણ છે.તે સિવાય તેમાં એક આંતરિક VIP કક્ષ સહિત 4 ગ્રીન રૂમ ની પણ સુવિધા ઉપ્લબ્ધ છે.દિવ્યાંગ જનોને ધ્યાનમાં રાખી પરિસરને સુવિધાજનક બનાવાયો છે.સેન્ટરના બહારના ભાગમાં કુલ 108 સાંકેતિક રુદ્રાક્ષ લગાવાય છે.જે એલ્યુમિનિયમથી બન્યા છે.ત્રણ એકરમાં બનેલા કન્વેન્શન સેન્ટરના પરિસરમાં જાપાની શૈલીના ગાર્ડન અને લેન્ડસ્કેપિંગ કરવામાં આવી છે.સાથે તેમાં કેમેરા સહિત આગ લાગવાની સુરક્ષાનું પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.