ધોળાવીરાને વર્લ્ડ હેરિટેઝ સાઈટ જાહેર કરાયું છે.મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.મહત્વનું છે કે, ધોળાવીરાને વર્લ્ડ હેરિટેઝ સાઈટમાં સ્થાન મળતા પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને વેગ મળશે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં રાણકીવાવ,ચાંપાનેર અને અમદાવાદને વિશ્વ ધરોહરમાં સ્થાન મળ્યુ છે.ત્યારે હવે ધોળાવીરાને પણ વિશ્વ ધરોહરમાં સ્થાન મળ્યું છે. 1978 થી દર વર્ષે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવે છે.