Sun. Sep 8th, 2024

દુશ્મના દાંત ખાંટા કરવા તૈયાર છે,ભારતનો પ્રથમ સ્વદેશી એરક્રાફટ જહાજ વિક્રાંત

ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફટ જહાજ વિક્રાંત 4 ઓગસ્ટના રોજ ટ્રાયલ માટે સમુદ્રમાં ઉતર્યું હતું. અગાઉ, જુલાઈના અંતમાં વિક્રાંતની બેસિન ટ્રાયલ સફળ રહ્યું હતું. આવી સ્થિતિમાં વિક્રાંતને 2022 માં નૌકાદળમાં સામેલ કરવામાં આવે તેવી ધારણા છે. તેનું નામ INS વિક્રાંતના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેણે 1971 ના યુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

સંરક્ષણ મંત્રાલયના કાર્યાલયે ટ્વિટ કર્યું છે કે સ્વદેશી જહાજ (IAC (P71)) ‘વિક્રાંત’ ના દરિયાઈ પરીક્ષણ શરૂ થઈ ગયા છે. ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે એરક્રાફટ જહાજનું સ્વદેશી ઉત્પાદન ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા પહેલ’ની દેશની શોધમાં એક ઝળહળતું ઉદાહરણ છે.

ભારતીય નૌકાદળે આ પ્રસંગને દેશ માટે “ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક” દિવસ ગણાવ્યો છે. નૌકાદળે કહ્યું છે કે, ‘ભારત એવા કેટલાક દેશોમાંનું એક બની ગયું છે કે જે સ્વદેશી રીતે અદ્યતન એરક્રાફટ જહાજોની રચના, નિર્માણ અને વિકાસ કરવાની અનન્ય ક્ષમતા ધરાવે છે.’IAC P71 વિક્રાંત લગભગ 23 હજાર કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે.

આ જહાજ લગભગ 262 મીટર લાંબુ અને 62 મીટર પહોળું છે. તે કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે. તેની ટોપ સ્પીડ 52 કિલોમીટર પ્રતિ કલાક હોવાનું કહેવાય છે. તેમાં 14 માળ અને 2300 ડબ્બા છે. તેના પર 1700 મરીન તૈનાત કરી શકાય છે. આ જહાજ પર 30 ફાઇટર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર તૈનાત કરી શકાય છે.

ભારતમાં હાલમાં માત્ર એક જ વિમાનવાહક જહાજ ‘INS વિક્રમાદિત્ય’ છે. ભારતીય નૌકાદળ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી ઘૂસપેઠનો સામનો કરવા માટે તેની ક્ષમતા વધારવા પર ભાર મૂકયો છે.

Related Post

Verified by MonsterInsights