Viral Video : તમામ એરલાઇન્સમાં મુસાફરોની સુવિધા માટે ફ્લાઇટ એટેન્ડન્ટ્સ છે. આ એટેન્ડન્ટ્સ મુસાફરોની આરામની સંપૂર્ણ કાળજી લે છે, પરંતુ ક્યારેક લોકો ફ્લાઇટમાં તેમની સાથે ગેરવર્તન કરતા હોય,તેવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આવો જ એક બીજો કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે, જેમાં અમેરિકાની ફ્રન્ટિયર એરલાઇન્સમાં એક પેસેન્જરે મહિલા ફ્લાઇટ એટેન્ડન્ટને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો, જે બાદમાં હંગામો થયો હતો.
#frontier #frontierairlines crazy it happened right beside, me it’s crazy out here pic.twitter.com/YdjURlSb5p
— k9spams (@k9spams) August 3, 2021
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પેસેન્જર ચીસો પાડતો દેખાય રહ્યો છે. તેણે બે મહિલા ફ્લાઇટ એટેન્ડન્ટ્સ સાથે ગેરવર્તન કર્યું અને બાદમાં કહ્યું, “મારા માતા -પિતા પાસે 2 મિલિયન ડોલર છે.” તેણે અન્ય ફ્લાઇટ એટેન્ડન્ટને પણ માર માર્યો હતો. Maxwell Wilkinson Berry 22 વર્ષના હોવાનું કહેવામાં આવી રહી છે. આપને જણાવવું રહ્યું કે, પેસેન્જર શેમિંગ નામના એકાઉન્ટ પરથી સમગ્ર ઘટનાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વિડિઓ જુઓ.
View this post on Instagram
વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે બેરી ક્રૂ મેમ્બર્સ સાથે ગેરવર્તન કરે છે અને સતત તેમના પર બૂમો પાડે છે. તેમજ બીયર પીધા બાદ તે કેબિનમાં શર્ટલેસ ચાલવા માંડે છે. જે પછી ફ્લાઇટ ક્રૂ મેમ્બર્સે તેને ટેપથી સીટ સાથે બાંધી દેવામાં આવ્યો હતો. હાલમાં, આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.