Mon. Dec 23rd, 2024

અખાડા પરિષદના મહંત નરેન્દ્ર ગિરીનો મૃતદેહ પંખે લટકતી હાલતમાં મળતા ખળભળાટ

  • અખાડા પરિષદના મહંત નરેન્દ્ર ગિરીનું નિધન
  • પ્રયાગરાજના વાઘંબરી મઠમાં નિધન
  • સંદિગ્ધ સ્થિતિમાં મળ્યો મહંતનો મૃતદેહ

તેઓનું બાઘંબરી મઠમાં તેમનું અવસાન થયું. અત્યારે મૃત્યુના કારણ પર કોઈ કંઈ કહેતું નથી. અધિકારીઓ મોતને શંકાસ્પદ ગણાવી રહ્યા છે. આશ્રમ પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ મઠ પહોંચી રહ્યા છે.

આત્મહત્યા કરી હોવાની આશંકા

અસમર્થિત સૂત્રો કહે છે કે તેમણે આત્મહત્યા કરી છે. શંકાસ્પદ સંજોગોને જોતા વહીવટી તંત્ર પોસ્ટમોર્ટમ અંગે વિચાર કરી રહ્યું છે. ફોરેન્સિક ટીમ અને ડોગ સ્કવોડને પણ આશ્રમમાં બોલાવવામાં આવ્યા છે.

અખિલેશ યાદવે ટ્વીટ કરી વ્યક્ત કર્યો શોક

નરેન્દ્ર ગિરીના મૃત્યુના સમાચાર મળતા જ સંત સમાજ તેમજ રાજકીય પક્ષોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સપા પ્રમુખ અખિલેશ યાદવે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું અને લખ્યું કે અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ પૂજ્ય નરેન્દ્ર ગિરી જીનું નિધન, ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન! ભગવાન પૂણ્ય આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને તેમના અનુયાયીઓને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. હાર્દિક શ્રદ્ધાંજલિ.

તીખા નિવેદનોને લઈને હતા ચર્ચામાં

નરેન્દ્ર ગિરી પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહ્યા છે. ગઈ કાલે સવારે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય દ્વારા તેમને મળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તે સતત તણાવમાં જીવી રહ્યા હતો. તેમના શિષ્ય આનંદ ગિરી સાથે પણ તેમનો જૂનો વિવાદ ચાલતો હતો. ભૂતકાળમાં તેમણે આનંદ ગિરીને મઠથી અલગ કર્યા હતા. જોકે, બાદમાં તેનું સમાધાન થયું હતું.

Related Post

Verified by MonsterInsights