ઈલેક્ટ્રીક કાંટા પર રીમોટ કંટ્રોલથી કૃષિ બજારમાં ખેડૂતોની જણસનું વધું વજન પડાવવાનું કૌભાંડ પકડાયું છે. જેમાં ખેડૂતો પાસેથી વધારે વજનનો માલ ખરીદીને ઓછા નાણાં આપ્યા હતા.વેપારી રિમોટ કંટ્રોલ વડે વજન કાંટો ચલાવતો હતો. શંકા જતાં ખેડૂતે તપાસ કરતા ખબર પડી કે વેપારીના ખિસ્સામાં રિમોટ કંટ્રોલ રાખ્યો હતો. આ બનાવના પગલે ગુજરાતની કૃષિ બજારમાં પણ તપાસ કરવાની માંગણી ઉઠી છે.
આ ઘટના ઉજ્જૈનની છે. ત્યાં રિમોટ કંટ્રોલ વડે વજન કાંટો ચલાવતો હતો. શંકા જતાં ખેડૂતે વેપારીના ખિસ્સામાં રાખેલ રિમોટ પડાવી લીધું હતું. જે બાદ ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. 90 કિલોમાં 7 કિલો વધારે વજન વેપારી લઈ લેતો હતો.
ખેડૂતોએ વેપારીના તોલના કાંટા અને રિમોટ પકડીને પોલીસને જાણ કરી હતી. ઉજ્જૈનમાં હરાજી બંધ કરાવી દેવામાં આવી હતી. શારદા ટ્રેડિંગ કંપનીમાં સોમવારે સોયાબીનનું વજન કરવાનું ચાલુ હતું, જેમાં વેપારી રાજુ જયસ્વાલ ખિસ્સામાં રાખેલા રિમોટ કંટ્રોલ કરતાં વધુ વજન મેળવતો હતો.
ખેડૂત ધનખેડીની નજર વેપારીના ખિસ્સા પર પડી. ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. લાંબા સમયથી ખેડૂતોની ઉપજમાં રિમોટ કંટ્રોલથી છેતરપીંડી કરવામાં આવી રહી હતી. હવે તપાસ એ વાતની થઇ રહી છે કે આ વેપારી જ આવું કામ કરે છે કે બીજા પણ કરે છે. આ ઉપરાંત આ છેતરપિંડી કેટલા સમયથી ચાલી રહી હતી. કેટલા ખેડૂતોને આ રીતે ચૂનો લગાવવામાં આવ્યો છે. શું બીજા રાજ્યોમાં પણ આ રીતે ચિટિંગ કરાઇ રહ્યું છે. ગુજરાતમાં તો કોઇ જગ્યાએ આવું નથી થઇ રહ્યું ને.
સમિતિની મિલીભગતની પણ શક્યતા છે. લાઇસન્સ સસ્પેન્ડ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. પેઢીની દુકાનને સીલ કરી દેવામાં આવી છે. સ્ટોક જપ્ત કરી દેવામાં આવ્યો છે.ખેડૂતોની ઉપજને મોટા ઈલેક્ટ્રોનિક તોલના કાંટા પર તોલવાનો આદેશ આપવામાં આવ્યો છે.
2018માં ગુજરાતમાં 4.25 લાખ ખેડૂતો પાસેથી ખરીદેલી 5 હજાર કરોડની મગફળીમાં વજનમાં ગોલમાલ કરીને કૌભાંડ કરાયું હતું. સૌરાષ્ટ્રમાં ભાજપની રૂપાણી સરકારે મગફળીની ખરીદી કરી તેમાં 20% મગફળીનું વજન અને 80% માટીનું વજન કરીને 5 હજાર કરોડનું વજન કૌભાંડ થયું હતું.જોકે, આ બીજા પ્રકારનું કૌભાંડ હતું.