Fri. Nov 22nd, 2024

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન કોરોનાથી સંક્રમિત

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને કોરોના વાઈરસથી સંક્રમિત થયા હોવાનું સામે આવી રહ્યું છે. વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. મહત્વનું છે કે, આ નિવેદન મુજબ- રાષ્ટ્રપતિમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે. હાલમાં, તે પેક્સલોવિડ એન્ટિવાયરલ ટેબ્લેટ લઈ રહ્યા છે. કોરોના વેક્સિનના બંને ડોઝ બાઈડેને સમયસર લીધા હતા. આ પછી તેમણે બે બૂસ્ટર ડોઝ પણ લીધા છે. બાઈડન પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કોરોના પોઝિટિવ થયા હતા.

ઉલ્લેખનીય છે કે મે મહિનામાં આ પહેલા જ રાષ્ટ્રપતિ જો બાઈડન અને જીલ બાઈડનની પુત્રી એશલે પણ કોરોના વાઈરસથી સંક્રમિત થઈ હતી. જોકે, અમેરિકી રાષ્ટ્રપતિ હવે ઝૂમ કોલ દ્વારા નાગરિકો સાથે વાતચીત કરશે. સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગે એવું પણ સૂચન કર્યું છે કે જે લોકો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના સંપર્કમાં આવ્યા છે તેઓ કોવિડ માટે ટેસ્ટ કરાવે.

Related Post

Verified by MonsterInsights