Sun. Sep 8th, 2024

CBSE Class 12 Results Date : ધોરણ -12 નું પરિણામ 31 જુલાઇએ આવશે, પરિણામ આ રીતે નક્કી થશે

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ ને જણાવ્યું હતું કે ધોરણ 12 નું પરિણામ 31 જુલાઈએ જાહેર કરવામાં આવશે. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે ને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ તેમના પરિણામથી સંતુષ્ટ ન હોય તો તેઓ અપીલ કરી શકે છે. પરિણામ તૈયાર કરતી વખતે ધોરણ 10 ના ત્રણ વિષયોના આધારે 30% ગુણ આપવામાં આવશે. 30 % ગુણ 11 ના આધારે આપવામાં આવશે, બાકીના 40 % ગુણ પ્રી બોર્ડના આધારે આપવામાં આવશે.

એટર્ની જનરલે ધોરણ ૧૨ માં ગુણ અંગેની સુનાવણી દરમિયાન કહ્યું કે, આ પહેલા ક્યારેય આવું બન્યું નથી, તેમણે કહ્યું કે સીબીએસઇએ ધોરણ 10, 11 અને 12. ના પ્રી બોર્ડ પરિણામની ગણતરી કરી છે, 10માંના 5 વિષયમાંથી 3 વિષયના સૌથી સારા માર્કસ ગણવામાં આવશે. જે અનુસાર, ધોરણ 10માંથી 30 % (ટોપ ત્રણ વિષય, જેમાં સૌથી વધારે માર્કસ આવ્યા હોય) ધોરણ 11માંથી 30 % (ટોપ ત્રણ વિષય જેમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા હોય અને ધોરણ 12 પ્રી બોર્ડમાંથી 40 % મળશે. (ટોપ ત્રણ વિષય જેમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા હોય.)

ઉલ્લેખનીય છે કે, કોરોના રોગચાળાને કારણે ધોરણ 12ના વિદ્યાર્થીઓના મૂલ્યાંકને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બોર્ડની પરીક્ષા કોરોનાને કારણે રદ કરવામાં આવી હતી. આજે સુનાવણી એ હતી કે CBSE અને ICSE સહિત રાજ્ય બોર્ડ ધોરણ-12ના ગુણ કેવી રીતે નક્કી કરશે તે અંગે હતી. માર્કિંગને લઈને બોર્ડ તરફથી સુપ્રીમ કોર્ટમાં સમગ્ર પ્રક્રિયાની વિગતવાર માહિતી આપવામાં આવી છે.

અગાઉની સુનાવણીમાં કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ધોરણ 12 ની પરીક્ષા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રદ કરવામાં આવી છે. સીબીએસઇ (CBSE) અને આઈસીએસઈ(ICSE) એ વિદ્યાર્થીઓને નંબર આપવાના ઓબ્જેક્ટિવ ક્રાઈટેરિયા નક્કી કરવા સુપ્રીમ કોર્ટ પાસે સમય માંગ્યો હતો.

 

Related Post

Verified by MonsterInsights