આંધ્ર પ્રદેશમાં એક ખુબ ચોંકાવનારો દર્દીની સ્કિન પર ઘા કરનારો કોવિડ મલ્ટી સિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ નો કેસ સામે આવ્યો છે. ડોક્ટરોની એક ટીમે અહીં કોવિડ મલ્ટી સિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમથી પીડિત એક નવજાત બાળકનો સફળતાપૂર્વક ઈલાજ કર્યો છે. આ દુનિયાનો પહેલો કેસ ગણવામાં આવી રહ્યો છે.
દુનિયાનો પહેલો કેસ
આંધ્રમાં બાળકોની જાણીતી હોસ્પિટલના પીડિયાટ્રિક પીવી રામા રાવે કહ્યું કે આ સ્થિતિની સારવાર નવજાત ‘પુરપુરા ફુલમિનન્સ’ તરીકે કરવામાં આવી હતી. ન્યૂબોર્ન બેબીની ત્વચા પર ગંભીર ઘા થઈ ગયા હતા. નવજાત શિશુમાં MISC રોગ થવાનો આ પહેલો કિસ્સો છે. સાત દિવસના શિશુને 21મી મેના રોજ સ્કિન ડિસિઝ અને તાવ સાથે આંધ્ર પ્રદેશની હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો.
RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો
જન્મના 16 કલાકમા જ બાળકના પેટ, છાતી અને પગ પાછળ કાળા, લાલ અને વાદળી રંગના ઘા પડી ગયા. ત્રણ ચાર દિવસમાં તો સ્થિતિ વણસી ગઈ. માતાએ ગર્ભાવસ્થા દરમિયાન કોઈ પણ પ્રકારની સમસ્યા જેમ કે તાવ વગેરે થયો હોવાની ના પાડી. ડોક્ટરોને લાગે છે કે માતા કદાચ ગર્ભાવસ્થા દરમિયાન કોવિડ એસિમ્ટોમેટિક હતી. જો કે માતા અને બાળક બંનેનો RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.
એન્ટીબોડી પોઝિટિવ
જ્યારે બંનેમાં કોવિડ IGG એન્ટીબોડી પોઝિટિવ હતા. જે માતામાંથી બાળકમાં એન્ટીબોડીના ટ્રાન્સપ્લાસેન્ટલ ટ્રાન્સમિશનના સંકેત આપે છે. માતામાંથી બાળકમાં કોવિડ એન્ટીબોડીના ટ્રાન્સપ્લાસેન્ટલ વર્ટિકલ ટ્રાન્સમિશનની ખુબ ઓછી ડિસ્ક્રિપ્શન મળે છે. ડો.ભૂજાતા, ડો.રેવંત, ડો.કૃષ્ણાપ્રસાદ, ડો.મેઘના અને ડો.બાલકૃષ્ણની એક ટીમે નવજાત બાળકને ઈમ્યુનોગ્લોબુલિન, સ્ટેરોઈડ અને હેપરિનથી બ્લડને પાતળું કરવામાં મદદ કરી. ત્યારબાદ તાવ ઓછો થઈ ગયો અને બાળક સારી રીતે ફિડિંગ કરી રહ્યું છે. રામા રાવે કહ્યું કે તેઓ તારણોને પીયર-રિવ્યૂડ મેડિકલ જર્નલ લેન્સેટને સોંપી રહ્યા છે.