મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા લાદવામાં આવેલા કડક લોકડાઉનની અસર હવે જોવા મળી છે. રાજ્યની કોવિડ હોસ્પિટલોના બેડ પણ કોરોનાના ઘટતા જતા કેસની સાથે ખાલી પડી રહ્યા છે. અહેવાલ અનુસાર, કોવિડ-19 દર્દીઓ માટે ફાળવેલા હોસ્પિટલના લગભગ 85 ટકા બેડ રાજધાની મુંબઈમાં ખાલી છે. જેના કારણે આ ખાલી હોસ્પિટલોમાં ડોક્ટર્સ ફરી એકવાર નિયમિત આરોગ્ય તપાસ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે.
ડોકટરો આ હોસ્પિટલોના બેડનો ઉપયોગ સર્જરી માટે કરવા માંગે છે. એક અહેવાલ અનુસાર, મુંબઈમાં કોવિડ-19 બેડમાંથી 23,270 ગત શુક્રવારે લગભગ 19,411 બેડ ખાલી રહ્યા હતા.
તેમાંથી 18,300 થી વધુ બેડ જાહેર અને ખાનગી હોસ્પિટલમાં હતા, અને બાકીના કોવિડ કેર સેન્ટરોમાં હતા. અંદાજે આઈસીયુ બેડ 55% ટકા ખાલી રહ્યા હતા.
પરેલની KEM હોસ્પિટલમાં 9 જુલાઈએ એક પણ કોરોના દર્દીનું મોત નીપજ્યું ન હતું. હોસ્પિટલના ડીન ડો. હેમંત દેશમુખે જણાવ્યું હતું કે, કોરોના કેસોમાં ઘટાડો થવાને કારણે 60% નિયમિત કાર્ય હોસ્પિટલમાં ફરી શરૂ કરાયા છે. હાલમાં અમારી પાસે 500 નોન કોવિડ દર્દીઓ છે.