Fri. Oct 18th, 2024

OMG : પુત્રની ગ્રેજ્યુએશન થવાની ખુશીમાં પિતા નાચતા નાચતા નીચે પડ્યા, જુઓ વિડીયો

OMG : સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, પુત્ર ડિગ્રી લઈ રહ્યો હતો. તે દરમિયાન પિતા નાચતા નાચતા સીડી પરથી નીચે પડી ફરી પાછા ઉપર આવી જાય છે. ફરી મજેદાર ડાન્સ કરવા લાગે છે.

દુનિયાના દરેક પિતાને તેમના પુત્રની કામયાબી પર ખુબ જ ખુશ અને ગર્વ હોય છે. કેટલીક વખત આ ખુશી એટલી વધુ હોય છે. જે જોઈ અન્ય લોકો પણ ઝુમી ઉઠે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક આવો જ એક પિતાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં તેમનો પુત્ર ગ્રેજ્યુએશન પાસ કરે છે. પુત્રની સફળતા પર ઝુમી ઉઠે છે. આ પિતાની ખુશી એટલી હોય છે કે, નાચતા-નાચતા સીડી પરથી નીચે પડી જાય છે. આ વિડીયો જોઈ લોકો પણ પિતાના વખાણ કરવા લાગ્યા છે. કેટલાક યુઝર્સ કહ્યું કે, પડી ગયા પરંતુ તેમની એનર્જી જોરદાર છે.

આ વિડીયોને સોશિયલ મીડિયા પર રૈક્સ ચૈપમૈને વિડીયો શેર કર્યો છે. અત્યારસુધીમાં આ વિડીયોને 19 લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યાં છે. જે રીતે સોશિયલ મીડિયા પર આ વિડીયો પોસ્ટ કરવામાં આવતા જ લોકો તેમની પ્રતિક્રિયા આપવા લાગ્યા છે. એક યૂઝરે કહ્યું કે, ખરેખર પિતાની ખુશીની બરાબરી બીજુ કોઈ કરી શકતું નથી. લોકો પણ આ પિતા પર વારી ગયા છે.

આપને જણાવી દઈએ કે, રૈક્સ ચૈપમેન સોશિયલ મીડિયા પર એવા વીડિયો પોસ્ટ કરતા હોય છે. જે લોકોને ખુબ પસંદ આવે છે. કેટલીક વખત તો એવા મજેદાર વીડિયો શેર કરતા હોય છે લોકો શેર કરવાનું ચુકતા નથી. આ સાથે જ સોશિયલ મીડિયા યૂઝર્સ પર લોકોની પ્રતિક્રિયા માંગે છે. આ જ કારણે વિડીયો ઈન્ટરનેટની દુનિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Related Post

Verified by MonsterInsights