Wed. Jan 15th, 2025

Tokyo Olympics 2020 : ભારતના દીપક પુનિયા રેસલિંગમાં પહોંચ્યા ક્વાર્ટર ફાઇનલમાં

રેસલિંગમાં ભારતના દીપક પુનિયા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે તેમણે નાઇજીરીયાના રેસલરને મ્હાત આપી છે.

ટોક્યો ઓલિમ્પિકમાં આજનો દિવસ ભારતીય રમત ઇતિહાસનો સ્વર્ણિમ દિવસમાંથી એક થઇ શકે છે. આજે ભારતીય મહિલા હૉકી ટીમ ફાઇનલમાં જગ્યા મેળવવા માટે ઉતરશે. તેમનો સામનો અર્જેન્ટીના સામે છે. મહિલા બૉક્સર લવલીના બોરગોહેન પણ ફાઇનલમાં જગ્યા મેળવવા રમશે. તે પોતાનુ કાંસ્ય પદક પાકકુ કરી ચૂક્યા છે. કુશ્તી મુકાબલામાં ભારતના ત્રણ પહેલવાન રવિ દહિયા,દીપક પુનિયા અને અંશુ મલિક દાવેદારી કરશે.

નીરજ દેશના પહેલા એવા એથ્લીટ છે જેમણે જેવલીન થ્રોના ફાઇનલમાં જગ્યા મેળવી છે. સાથે જે ઓલિમ્પિકના એથ્લેટિક્સ ઇવેન્ટના ફાઇનલમાં જગ્યા મેળવનારા 12માંએથ્લીટ છે.

રેસલર રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનો પહેલો મુકાબલો જીતી લીધો છે. તેમણે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં કોલંબિયાના પહેલવાન ઑસ્કર,ટિગરેરોસ ઉરબાનોને મ્હાત આપી છે. રવિ કુમારે આ મેચ 13-2થી પોતાના નામે કરી છે.આ સાથે તેઓ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે.

Related Post

Verified by MonsterInsights